¡Sorpréndeme!

ભરૂચના લિંક રોડ પર બે આખલાઓની લડાઇમાં લોકોના જીવ જોખમમાં મૂકાયા

2019-11-22 654 Dailymotion

ભરૂચઃ ભરૂચના લિંક રોડ ઉપર ગુરૂવારે રાત્રે બે આખલાઓ સામ સામે આવી ગયા હતા બે આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી ભરૂચ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે રખડતા ઢોરોએ લોકોને અડફેટે લેવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે ગુરૂવારે રાત્રે ભરૂચના લિંક રોડ પર બે આખલાઓ આમને-સામને આવી ગયા હતા અને જેને કારણે રસ્તા પર વાહનો લઇને જતા લોકોના જીવ જોખમમાં મૂકાઇ ગયા હતા લોકો આખલાઓથી બચવા માટે ભાગતા જોવા મળ્યા હતા આખલાઓની લડાઇમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી