¡Sorpréndeme!

બુસરના ઉમરા ગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ

2019-11-21 79 Dailymotion

ભરૂચ: જંબુસર તાલુકાના ઉમરા ગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કરની કેબિનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જંબુસર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરા ગામ પાસે આજે સવારે કેમિકલના ટેન્કરમાં અચાનક જ શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધુ હતું ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ભારે જહેમત બાદ જંબુસર ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો