ઑસ્ટ્રેલિયાના જંગલોમાં છેલ્લાં ઘણાં સપ્તાહથી આગ લાગી છે આ આગે ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડની સુંદરતા નષ્ટ કરી નાખી છેજંગલમાં વસતા કોઆલા નામના કેટલાંય જાનવરોએ આગમાં દમ તોડ્યો છે સોશિયલ મીડિયા પર ટોની ડોહર્ટી નામની મહિલાનો વીડિયો વાઇરલ થયો છે જે આગ વચ્ચે એક કોઆલાનો જીવ બચાવતી જોવા મળી મહિલાએ કોઆલાને જંગલમાં ફસાતું જોયું કે તુરંત તેને બચાવવા દોડી હતીકોઆલા રોડ ક્રોસ કરવાની કોશિશમાં જંગલની આગમાં ફસાઈ ગયું હતું અનેઆગમાં કોઆલાના શરીરનો થોડો ભાગ બળી ગયો હતો મહિલાએ પોતાનો શર્ટ ઉતારી કોઆલાનો જીવ બચાવ્યો હતોઅને તેને હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર કરાવી હતી