સુરતઃ અઠવાડિયાના બે દિવસ એક એક કલાક મોબાઈલ ઉપર જંકફૂડની વીડિયો ડોક્યુમેન્ટરી જોઈ કેન્સરમાં સપડાતા બાળકોને બચાવવા સુરતના ત્રણ માસૂમ ભાઈઓએ અનોખી પહેલ કરી છે માત્ર 6થી 11 વર્ષની ઉંમરે આ ત્રણેય ભાઈઓએ મુંડન કરાવી કેન્સરગ્રસ્ત બાળકો સાથે હોવાનો સમાજને એક સંદેશો આપ્યો છે બાળકોની આવી પ્રવૃત્તિથી ખુશ પરિવારે પણ ત્રણેય બાળકોને પ્રોત્સાહન આપી તેમનું પીઠબળ બન્યા છે કોમ્પ્યુટર યુગમાં મોબાઈલ અને ટીવી સાથે દિવસ પસાર કરતા બાળકોમાં આ ત્રણેય ભાઈઓ આદર્શ બની છેલ્લા આઠ મહિનાથી પરિવારની મદદ લઈ 800થી વધુ વૃક્ષો રોપી ગામડાઓને આગામી દિવસોમાં પોલ્યુશન અને કેન્સરમુક્ત બનાવવાનું અભિયાન ઉપાડી કામ કરી રહ્યા છે સુરતમાં હાલ લગભગ 20 હજારથી વધુ વ્યક્તિઓ વિવિધ કેન્સરની બીમારી સામે લડી રહ્યા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે