¡Sorpréndeme!

સચિન GIDC પોલીસ સ્ટેશનમાં 15 હજારની લાંચ લેતાં ASI ઝડપાયા, LR ફરાર

2019-11-19 265 Dailymotion

સુરતઃએસીબીએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ટ્રેપ ગોઠવીને યુવક પાસેથી 15 હજાર રૂપિયાની લાંચ લેતા એએસઆઈને રંગેહાથે ઝડપી પાડ્યો હતો જ્યારે એલઆર નાસી ગયો હતો એએસઆઈની ધરપકડ કરીને આરોપી એલઆરને વોન્ટેડ જાહેર કર્યો છે

સચિન વિસ્તારમાં રહેતો યુવક ગાડી લેવેચનું કામ કરે છે યુવકને તેના મિત્ર સલીમને 120 લાખ રૂપિયાના આપવાના હોવાથી તેણે યુવક વિરુદ્ધ સચીન જીઆઈડીસી પોલીસમાં અરજી કરી હતી તપાસ એએસઆઈ હિંમતભાઈ પુનિયાભાઈ વસાવા(રહે યોગેશ્વર પાર્ક, પારડી-કણદે,સચીન) કરી રહ્યા હતા હિંમતભાઈએ સલીમની અરજીના આધારે યુવકને બોલાવ્યો હતો યુવકે રૂપિયા આપવા ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો હિંમતભાઈએ સમયના બદલામાં 20 હજાર રૂપિયા માંગ્યા હતા 15 નવેમ્બરે 5 હજાર રૂપિયા હિંમતભાઈ વતી એલઆર બીપીન નાથાલાલ ઝલરિયાએ લીધા હતા