વડોદરાઃવડોદરાના સંત કબીર રોડ પર બેંકમાંથી નિવૃતીની રકમ ઉપાડીને પરત ફરી રહેલી મહિલાના ત્રણ લાખની રોકડની લૂંટ ચલાવીને બે લૂંટારૂ બાઇક પર ફરાર થઇ ગયા હતા મહિલાએ લૂંટારૂઓનો પીછો પણ કર્યો હતો પરંતુ લૂંટારૂઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા આ સમગ્ર ઘટના નજીકના જ સીસીટીવીમાં કેદ થઇ ઘઇ હતી જેને આધારે પોલીસે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે