¡Sorpréndeme!

રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ,જાણી લો ગુણવત્તાના આ 7 માપદંડો

2019-11-18 544 Dailymotion

રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરાયું છે અન્ન અને પુરવઠા વિભાગ ખેડૂતો પાસેથી ગુણવત્તાના ધોરણોસર 90 દિવસ સુધી મગફળીની ખરીદી કરશેરાજયમાં કુલ 145 સેન્ટરમાં મગફળી ખરીદવામાં આવશે1,018 રૂપિયે મણના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદાશે પ્રથમ તબક્કે ખેડૂત દીઠ 2,500 કિલો મગફળી ખરીદવામાં આવશે 90 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં કુલ 8 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનું સરકારનું આયોજન છે મગફળી વેચવા માટે કુલ 444 લાખ રજિસ્ટ્રેશન થયા છેતમામ ખેડૂતોની મગફળીમાંથી 200 ગ્રામ મગફળીનું એક સેમ્પલ લેવામાં આવી રહ્યું છે જે સેમ્પલ કુલ સાત જેટલા માપદંડોમાંથી ખરું ઉતરશે તો જ મગફળીની ખરીદી કરવામાં આવશે