¡Sorpréndeme!

સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતાં લોકોના મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ

2019-11-18 2,847 Dailymotion

સુરતઃમોબાઈલ ચોરીની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે કતારગામ પોલીસે રિક્ષામાં મુસાફરોના મોબાઈલની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે પોલીસે રિક્ષામાંથી મોબાઈલ ચોરી કરતાં સાત શખ્સોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે કતારગામ પોલીસના હાથે ઝડપાયેલા આ તસ્કરોની ગેંગ દ્વારા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે આવતાં મુસાફરોને રિક્ષામાં બેસાડવામાં આવતાં હતાં બાદમાં આ મુસાફરોની નજર ચુકવીને રસ્તામાં મોબાઈલ ફોનની ચીલઝડપ કરી લેવામાં આવતી હતી એક જ મોડસ ઓપરેન્ડીથી થતી ચોરી અંગે પોલીસે વોચ ગોઠવીને સાત આરોપીને ઝડપી લીધા હતાં પકડાયેલા ચોર પાસેથી 21 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે