એશિયાથી લઇને યુરોપ સુધીના દેશોમાં રવિવારે ભારે હિમવર્ષા થઈ હતી ઈરાનની રાજધાની તહેરાનમાં શરદ ઋતુમાં પહેલીવાર હિમવર્ષા થઈ અચાનક થયેલી હિમવર્ષાને કારણે અનેક લોકો માર્ગો પર વાહનો સહિત ફસાયા હતા સ્કૂલ-કોલેજો બંધ કરાઈ હવામાન વિભાગ અનુસાર તહેરાનમાં ગત 24 કલાકમાં 12 ઈંચ હિમવર્ષા થઈ અહીં નવેમ્બરમાં મોટાભાગે હિમવર્ષા થતી નથી તહેરાનમાં સૌથી વધુ સરેરાશ જાન્યુઆરીમાં જ હિમવર્ષા થાય છે જોકે નવેમ્બરનો સરેરાશ આંકડો 04 દિવસ છે ઇરાનમાં વસંત, ગ્રીષ્મ, શિયાળું અને શરદ ઋતુઓ છે વરસાદ માટે કોઈ ઋતુ નક્કી નથી