¡Sorpréndeme!

નિત્યાનંદના આશ્રમમાંથી યુવતી ગુમ થવાનો મામલો, બાળકોના પિતાએ કહ્યું-રેપમાં ફસાવવા ધમકીઓ આપી

2019-11-16 960 Dailymotion

અમદાવાદઃ શહેરના હાથીજણ નજીક આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાગ્ય પીઠમ નામના આશ્રમમાં બેંગાલુરુના એક પરિવારના ચાર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના અને તેમને મળવા દેવામાં ના આવતા હોવાના આક્ષેપ સાથે આશ્રમમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસને લઈને પહોંચ્યા હતા આજે આ ચારેય બાળકોના પિતાના વકીલે આક્ષેપો કર્યા છે કે, ગત બે નવેમ્બરના રોજ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં બાળકોના પિતાએ ફરિયાદ કરી હતી કે, સ્વામી નિત્યાનંદના આશ્રમમાં રહેલા તેમના બાળકોને મળવા દેવામાં આવતા નથી તેમની એક બાળકીનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેની સાથે બદકામ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેને યુ ટ્યુબ પર પણ મુકવામાં આવ્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાની જગ્યાએ માત્ર અરજી લઈ લીધી હતી અને ત્યાર બાદ કોઈ કાર્યવાહી કરી નહોતી જ્યારે તેના બાળકોના પિતા જનાર્દન શર્માએ કહ્યું કે, મને રેપ કેસમાં ફસાવવા ધમકીઓ આપવામાં આવી છે