કેન્દ્રીય ખાદ્ય,ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને આજે દેશના 21 શહેરોમાં નળ દ્વારા આપાતા પાણીની ગુણવત્તાનું રેન્કિંગ જાહેર કર્યું હતું તેમણે કહ્યું હતું કે દિલ્હી સહિત 13 રાજ્યની રાજધાનીના નળના પાણી પીવા લાયક નથી એકલા દિલ્હીમાંથી 11 જગ્યાએથી નળના પાણીના નમુલા લેવામાં આવ્યા હતા તમામ સેમ્પલો ફેઈલ થયા હતા બીજી તરફ મુંબઈમાં નળનું પાણીનો રિપોર્ટ સારો આવ્યો છે ભારતીય ધોરણો પ્રમાણે તેનો અહેવાલ જારી કરવામાં આવ્યો છે પ્રધાને જણાવ્યું હતું કે અમે કોઈપણ સરકારને દોષ આપવા માગતા નથી સમગ્ર દેશમાંથી પાણીને લગતી ફરિયાદો મળી રહી છે આપણે દેશને દૂષિત પાણીથી બચાવવાનો છે