¡Sorpréndeme!

મધ્યાહન-ભોજન તૈયાર કરતી વખતે રસોડામાં બોઈલર ફાટ્યું, 4 લોકોના ફુરચા ઉડી ગયા

2019-11-16 1 Dailymotion

બિહારના પૂર્વિ ચંપારણમાં શનિવારે મધ્યાહન ભોજન બનાવતી વખતે એક બોઈલર ફાટતા ઓછામાં ઓછા 4 વ્યક્તિના મોત થયા છે અને 5 વ્યક્તિ ગંભીર છે આ વિષ્ફોટ એટલો ભયંકર હતો કે માર્યા ગયેલા લોકોના મૃતદેહો તક્ષવિક્ષક સ્થિતિમાં વિખેરાયેલા હતા તેમના મૃતદેહોને કપડામાં બાંધીને લઈ જવામાં આવ્યા હતા આ ઘટના સુગોલી વિસ્તારના બંગરા ગામમાં સર્જાઈ હતી એનજીઓ દ્વારા સંચાલિત કિચનમાં કેટલાક બાળકો માટે રસોઈ બનાવવામાં આવતી હતી ત્યારે આ બોયલરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો

શનિવારે સવારે 4 વાગે આ ધડાકો થયો હતો ત્યારે બોયલર પાસે રહેલા ચાર લોકોના ફુરચા ઉડી ગયા હતા કિચનની દિવાલ તૂટી ગઈ હતી અવાજ સાંભળી લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા જે એનજીઓના કિસનમાં આ ધડાકો થયો હતો તેનું નામ નવ પ્રયાસ છે એનજીઓ શાળામાં મિડ-ડે મિલ પહોંચાડવાનું કામ કરે છે રસોડામાં 12 લોકો કામ કરી રહ્યા હતા સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે

એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર છે,જેને મુઝફ્ફરપુર મોકલવામાં આવ્યા છે રસાયા તરીકે કામ કરનાર અભિમન્યુ અંગે કોઈ માહિતી મળી શકી નથી ઘટના સ્થળે એસડીઓ પ્રિયરંજન રાજુ સહિત સ્થાનિક અધિકારી અને મોટી સંખ્યામાં પોલીસ દળ મોજુદ છે