¡Sorpréndeme!

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં તીડ નીકળ્યું

2019-11-15 606 Dailymotion

હિંમતનગર: શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં તીડ નીકળ્યું હતું બીમાર માણસ બીછાનેથી સાજો થઈને ઘરે જવા આવે છે ત્યારે હોસ્પિટલમાં જ પીરસાતા ભોજનમાં બેદરકારી આવતા દર્દી સાજો થવાને બદલે વધારે બીમાર થાય તેવો ઘાટ સર્જાયો છે દર્દીના રાત્રિ ભોજનમાં તીડ નીકળતા હોસ્પિટલમાં દર્દીઓ અને પરિજનોમાં રોષ જોવા મળ્યો હતો રાજ્યભરમાં હોટલ અને રેસ્ટોરાંના રસોડા ચેક કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ત્યારે હોસ્પિટલમાં પીરસાતા ભોજનનું રસોડું કોણ ચેક કરવા જશે તેવો હોસ્પિટલમાં આવતા અન્ય દર્દીના પરિવારજનો રોષ ઠાલવી રહ્યા છે