¡Sorpréndeme!

યુનિવર્સિટીમાં રાતભર દેખાવો, સ્કૂલ-કોલેજ બંધ રહ્યા, વિદેશી વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા ફરવા લાગ્યા

2019-11-15 582 Dailymotion

હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન હવે યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી ગયા છે તેનાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઇ રહ્યો છે સતત પાંચમા દિવસે સ્કૂલ-કોલેજ બંધ રહ્યા બુધવારે રાતભર ચાઇનીઝ યુનિવર્સિટી કેમ્પસમાં દેખાવકારો હંગામો કરતા રહ્યા આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા પરિસ્થિતિમાં કોઇ સુધારો ન જણાતાં વિદેશી વિદ્યાર્થીઓ હવે સ્વદેશ પાછા ફરવા લાગ્યા છે

ડેનમાર્ક યુનિવર્સિટીના વડાએ 36 વિદ્યાર્થીને તરત સ્વદેશ પરત ફરવા કહ્યું છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયા હતા વિદેશથી ભણવા આવેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેમ્પસ હવે યુદ્ધના મેદાનમાં ફેરવાઇ ગયું છે પોલીસ શાંતિ જાળવવા પૂરો પ્રયાસ કરી રહી છે પણ સ્થિતિ કાબૂમાં નથી આવી રહી હોંગકોંગ બેપ્ટિસ્ટ યુનિવર્સિટીના પણ સેંકડો વિદ્યાર્થીઓએ સ્વદેશ પરત ફરવાનું નક્કી કરી લીધું છે