રાજકોટ: રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત કરવા જતાં મહિલા તલાટી ભડક્યા અને ધક્કામુક્કી કર્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી વીસાભાઈ લોહએ જણાવ્યું હતું કે, અમે જાલીડા ગામના પંચાયતના વર્કઓર્ડર 5ના સભ્ય છીએ અને જાલીડા ગામે પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરીએ છીએ જાલીડા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હેતલ ચૌહાણ ફરજ બજાવે છે તેઓ વર્કઓર્ડર માટે અમને ધક્કા ખવડાવે છે