¡Sorpréndeme!

શાહે કહ્યું-વિપક્ષ પાસે સરકાર બનાવવા માટે હવે 6 મહિનાનો સમય

2019-11-14 218 Dailymotion

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે કહ્યું કે અત્યારે ત્યાં દરેક વિપક્ષ પાર્ટી પાસે સરકાર બનાવવાનો મોકો છે ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે અમે ચૂંટણી સમયે સો વખત કહ્યું હતું કે ગઠબંધન સરકાર બની તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે પરંતુ ત્યારે કોઇએ વિરોધ ન કર્યો શાહે રાષ્ટ્રપતિ શાસન લગાવવા વિશે કહ્યું કે રાજ્યપાલે યોગ્ય નિર્ણય લીધો છે અને હવે દરેક પાસે સરકાર બનાવવા માટે 6 મહિનાનો સમય છે