¡Sorpréndeme!

બાળકો પર ભણતરનો બોજ જેવા કેપ્શન સાથે બાળકીનો ફની વીડિયો

2019-11-13 165 Dailymotion

સોશિયલ મીડિયા પર એક બાળકીનો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાનકડી દીકરી સ્કૂલના શિડ્યૂલ પ્રત્યે પોતાની નિરાશા વ્યક્ત કરે છે ‘બાળકો પર ભણતરનો બોજ’ જેવા કેપ્શન સાથે લોકો આ વીડિયો વાયરલ કરી રહ્યા છે બાળકી સ્કૂલથી છૂટકારો મેળવવાના પોતાના કારણો રજૂ કરે છે

રોહી નામની આ બાળકી ગાંધીનગરના સેક્ટર-21માં રહે છે અને ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ-1માં ભણે છે માત્ર 5 વર્ષની આ બાળકી આદિશ્વર શાહની દીકરી છે જે થોડા દિવસ પહેલાં અશ્વિનસિંહ તાપરીયા સાથે સ્કૂલ વિશે ચર્ચા કરવા લાગી હતી આ દરમિયાન તેનો વીડિયો શુટ કરવામાં આવ્યો હતો