દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે પ્રદૂષણનું સ્તર ફરી ગંભીર સ્થિતિ સુધી પહોંચી ગયું છે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પીએમ 25 500 અને પીએમ 10 497ની સપાટી પર રેપોક્ડ કરવામાં આવ્યો છે આને ગંભીર સ્થિતિ માનવામાં આવે છે આફ્રિકા એવન્યૂ રોડ અને વસંત વિહાર ક્ષેત્રનું વાતાવરણ ધૂંધળુ થઈ ગયું છે બીજીબાજુ આરકે પુરમ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેત્સ (એક્યુઆઈ) 447ની સપાટીએ પહોંચી ગયો છે ગ્રેટ નોઈડાના નોલેજ પાર્ક-3 સેક્ટરમાં 458, સેક્ટર-62 વિસ્તારમાં 471 અને ફરીદાબાદના સેક્ટર 16-એમાં એક્યુઆઈ 441ના સ્તર પર પહોંચી ગયો છે