¡Sorpréndeme!

ઈઝરાયેલે ઇસ્લામિક જિહાદના કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યો

2019-11-12 1 Dailymotion

પેલેસ્ટાઇનના સંગઠન ઇસ્લામિક જિહાદે એક જાહેરાતમાં કહ્યું છે કે તેમનો એક કમાન્ડર ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં માર્યો ગયો છે અને ઇઝરાયેલા ગાઝા પટ્ટી પર તેના ઘરને પણ નિશાન બનાવ્યું હતું આ ઘટનાના પ્રતિકારમાં આ સંગઠને પણ ઇઝરાયેલ તરફ રોકેટથી હુમલો કર્યો હતો મરનાર કમાન્ડરનું નામ બાહા અબુ અલ અટ્ટા છે જે 41 વર્ષનો હતો ઇઝરાયેલે પણ આ સમાચારની ખાતરી કરી હતી જેમાં તેમની ફોર્સે આ કમાન્ડરને ટાર્ગેટ કર્યો હતો

પેલેસ્ટાઇન ગ્રુપે એ પણ કહ્યું કે ઇઝરાયેલે તેમના એક અન્ય કમાન્ડરને પણ સિરીયાના દમાસ્કસમાં ટાર્ગેટ કર્યો હતો અને તેના ઘર પર હુમલો કર્યો હતો આ હુમલામાં અટ્ટાની પત્ની પણ મોતને ભેટી હતી હોસ્પિટલ રિપોર્ટ પ્રમાણે બે અન્ય લોકો ઘાયલ થયા હતા એરસ્ટ્રાઇકમાં તેના ઘર પર ટાર્ગેટ કરતા બિલ્ડિંગ બે ભાગમાં અલગ પડી ગઇ હતી