સુરતઃ મહા વાવાઝોડાની અસરના પગલે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારે 4 વાગ્યે ધીમીધારે શરૂ થયેલો વરસાદ હાલ ધોધમાર રૂપે પડી રહ્યો છે જેને પગલે નોકરી ધંધે જતા લોકોને અસર પહોંચી છે જ્યારે લિંબાયત અને ઉધનાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને લિંબાયતમાં લગ્નનો મંડપ ધરાશાયી થઈ ગયો હતો જોકે, કોઈ જાનહાનિ સર્જાઈ નથી