ઉના: મહા વાવાઝોડાની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી રહી છે વાવાઝોડાની અસર મધદરિયે જોવા મળી રહી છે એક માછીમાર દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો છે જેમાં પવન દરિયામાં ઘુમરી મારતો હોય તેવા દ્રશ્યો તેમાં કેદ થયા છે વાવાઝોડાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાવાઝોડાનો વીડિયો સામે આવ્યો છે તે કોડીનાર અને દીવ વચ્ચેના દરિયાનો હોવાનું જાણવા મળ્યું છે ગીરગઢડા તાલુકામાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ નોંધાયો છે ગીરજંગલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે