થાઇલેન્ડના ખાઓ યાઈ નેશનલ પાર્કમાં એક હાથી ચાલતી કાર પર બેસી ગયો, ત્યારે ડ્રાઇવરના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા પહેલા હાથી કારની સામે આવી ગયો અને બાદમાં કાર પર બેસી ગયો પરંતુ ડ્રાઇવરે સુઝબુઝ વાપરી હાથી પોતાનો તમામ વજન કાર પર રાખે એ પહેલા તેણે કારને ભગાવી અને જીવ બચાવ્યો હતો આગળ જઈને જોયું તોપાછળની વિંડશીલ્ડ તૂટી ગઈ હતી અને હાથીના વજનના કારણે કાર પણ દબાઈ ગઈ હતી