¡Sorpréndeme!

વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ

2019-11-06 3,458 Dailymotion

રાજકોટ:મહા વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં રાજકોટ અને જામનગરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોર પછી અચાનક જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી જો કે, રાજકોટમાં 30 મિનિટની ધોધમાર બેટિંગ બાદ હાલ વરસાદે વિરામ લીધો છે ધોરાજીમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો જેતપુરના મંડલીકપુરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જસદણ તાલુકાના અમુક ગામડાઓમાં પણ વરસાદ વરસ્વયો હતો ગોંડલમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે