રવી સિઝનમાં મુખ્ય તેલીબિયા પાક રાયડાનું વાવેતર થાય છે. રાયડાનાં તેલ અને રાયડાનાં ખોળની પણ માગ રહેતી હોવાથી તેનું વાવેતર ખેડૂતને ફાયદો કરાવે છે. ખેડૂતો માટે રાયડો એ ખુબ જ મહત્વનો શિયાળુ પાક છે. હાલમાં લાંબા સમય સુધી ચાલી રહેલા ચોમાસાને કારણે બિનપિયત રાયડાનું પણ વાવેતર થઇ શકે તેમ છે. ઘણાં ખેડૂતોએ ઓક્ટોબર મહિનામાં જ રાયડાનું વાવેતર કર્યું છે તો ચાલો જાણીએ રાયડાનાં વાવેતર વખતે ધ્યાનમાં રાખવાનાં ખાસ મુદ્દાઓ વિશે.