¡Sorpréndeme!

ભવિષ્ય માટે માનવ મૂલ્યો સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આગળ વધીએ - મોદી

2019-11-05 260 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલને સંબોધિત કર્યા હતા તેમણે કહ્યું કે, દુનિયામાં એવો કોઈ દેશ નથી જેણે વિજ્ઞાન અને ટેક્નોલોજી વગર વિકાસ કર્યો હતો ભારતે દુનિયાને ઘણાં મહાન વૈજ્ઞાનિક આપ્યા છે આપણો ઈતિહાસ આપણને ગૌરવાન્વિત કરે છે આપણો વર્તમાન પણ વિજ્ઞાનથી સંપૂર્ણ રીતે પ્રભાવિત છે

મોદીએ કહ્યું- ભવિષ્ય પ્રત્યે આપણી જવાબદારી છે કે, આપણે માનવ મૂલ્યો સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશે આગળ વધીયે સરકાર નવીનતા અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને સહયોગ કરી રહી છે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશે બનાવવામાં આવેલી ઈકોસિસ્ટમ વધારે મજબૂત થશે