વડોદરા:ટ્રાફિકના નવા નિયમોના કડક અમલના પગલે ભાજપના અગ્રણી અને પોલીસ વચ્ચે સોમવારે માંડવી ખાતે ઘર્ષણ થયું હતું જેનો વીડિયો સામે આવ્યો છે ભાજપના અગ્રણીએ પોલીસને જણાવ્યું હતું કે, અમારી સરકાર છે અમે કાયદા બનાવ્યા છે, તેવી પોલીસને ધમકી આપવા છતાં પોલીસે દંડ વસૂલ કર્યો હતો એતો ઠીક અગ્રણીએ પૂર્વ મંત્રી સાથે વાત કરાવવા છતાં પોલીસે દાદ આપી ન હતી