¡Sorpréndeme!

વડોદરામાં હેલ્મેટ ન પહેરેલા યુવાનને પકડવા જતા પોલીસ જવાનને 25 ફૂટ સુધી બાઇક સાથે ઘસડ્યો

2019-11-05 34,338 Dailymotion

વડોદરા: ટ્રાફિકના નવા નિયમનો કડક અમલ કરાવવાનો પ્રયાસ કરનાર પોલીસ જવાનને બાઇક ચાલકે 25 ફૂટ સુધી ઘસડ્યો હતો હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં બાઇક ચાલકને ટ્રાફિક પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ઘટના બની હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી જેને આધારે પોલીસે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ કરાવવા માટે ટ્રાફિક જંક્શનો ઉપર પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે આજે સવારથી પોલીસનો એક કાફલો ફતેગંજ નરહરી હોસ્પિટલ સર્કલ પાસે તૈનાત હતો દરમિયાન એક બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો