અમદાવાદ: શહેરમાં વધુ એક લગ્ન સમારોહમાં સ્ટેજ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે જો કે આ વીડિયો સરખેજ - ફતેવાડી વિસ્તારના એક પાર્ટી પ્લોટનો હોવાની શંકા સેવાઇ રહી છે જેના આધારે સરખેજ પોલીસે પાર્ટી પ્લોટ ઉપર તપાસ શરૂ કરી છે છેલ્લા એક અઠવાડિયામાં આ પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારોહેના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તેમજ જે પણ લોકોએ પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો તેમની યાદી મેળવી તે દિશામાં તપાસ શરૂ કરી છે