¡Sorpréndeme!

યુપી સરકારના પ્રધાને યજ્ઞ કરીને પ્રદૂષણ ઘટાડવા સલાહ આપી, ઈન્દ્રદેવની કૃપાથી બધુ સારું થઈ જશે

2019-11-03 119 Dailymotion

નવી દિલ્હી:દિલ્હી-NCR માં પ્રદૂષણની કથળતી સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારના એક પ્રધાને હવાની ગુણવત્તાને સુધારવા માટે એક અનોખી તરકીબ બતાવી છે પ્રધાન સુનિલ ભરાલાએ કહ્યું છે કે જો આપણે પ્રદૂષણને ઓછું કરવું હોય તો આ માટે પહેલા સરકારે યજ્ઞ કરાવવો જોઈએ જેથી આ યજ્ઞથી ઇન્દ્રદેવ પ્રસન્ન થાય અને વરસાદ કરાવશે જો ઈન્દ્રદેવ ખુશ થઈ જશે તો તમામ સમસ્યા આપમેળે જ ઉકેલાઈ જશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકો બિનજરૂરી રીતે ખેડૂતોને પરાલી સળગાવવા ના પડી રહ્યા છે ખેડૂતો માટે પરાલી સળગાવવી તે ઘણા વર્ષોથી ચાલતી સામાન્ય બાબત છે અલબત આપણે પરાલી સળગાવવાની પ્રક્રિયાને જ પ્રદૂષણ માટે જવાબદાર ઠરાવવી જોઈએ નહીં