¡Sorpréndeme!

પેટ્રોલપંપ પર પિસ્તોલની અણીએ લૂંટ ચલાવાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

2019-11-03 490 Dailymotion

સુરતઃ ઓલપાડ-સાયણ રોડ પર અટોદરા પાસે રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર પિસ્તોલની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે

ઓલપાડ-સાયણ રોડ પર અટોદરા પાસે રોડ પર શ્રી સાંઈ સમર્થ પેટ્રોલિયમ પંપ આવેલો છે મોડી રાત્રે બે જેટલા ઈસમો પેટ્રોલ પંપની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પિસ્તોલ સિક્યોરિટી અને કર્મચારીને બતાવી 45,500ની લૂંટ ચલાવી હતી ત્યારબાદ બંને લૂંટારુ ભાગી ગયા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આતા ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવીમાં આધારે તપાસ હાથ ધરી છે જોકે, લૂંટના ઘટનાના પગલે પોલીસના નાઈટ પેટ્રોલીંગ પર પણ સવાલ ઉભા થયા છે