¡Sorpréndeme!

ઓલપાડના ભાદોલ ગામે આવેલા વાવાઝોડામાં 50 ઘરોના પતરાં ઉડ્યાં

2019-10-30 444 Dailymotion

સુરતઃઓલપાડ તાલુકાના ભાદોલ ગામે વાવાઝોડાની અસર જોવા મળી હતી ઓલપાડના દરિયા કિનારે આવેલા ભાદોલના ગામે વાવાઝોના કારણે 50 જેટલા ઘરના પતરા ઉડી ગયા હતાં જેથી ઘરમાં ઘરવખરી સહિતનો માલસામાન પલળી ગયો હતો ભાદોલ ગામે વાવાઝોડાની અસર થઈ હોય તેમ ઘરવખરી, ઘાસચારો સહિતના માલસામાનને મોટું નુકસાન થયું હતુંવીજ વાયરો તૂટી પડતા ગામ આંખામાં વીજપુરવઠો ઠપ્પ થઈ ગયો હતોઅચાનક આવેલા વાવાઝોડાથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો લોકો ભયભીત થઈ ગયાં હતાં ગામમાં આટલી મોટી આફત છતાં તંત્ર દિવાળીની રજાઓમાં મસ્ત હોય તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યાં હતાં