¡Sorpréndeme!

અમદાવાદ, વડોદરા સહિત સુરત, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત

2019-10-29 2,687 Dailymotion

અમદાવાદઃસમગ્ર ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી છે ગુજરાતભરમાં વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ સર્જાયો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે શહેરના નવરંગપુરા, લો ગાર્ડન, શ્યામલ સહિત એસજી હાઇવે પર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જ્યારે વડોદરા સહિત રાજપીપળામાં પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત તથા નવસારીમાં મેઘરાજા મહેરબાન થયા છે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે