સુરતઃ શહેરમાં મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે દરમિયાન આજે વરાછા વિસ્તારમાં રોડ પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ થયું હતું જેમાં એક બાઈક સવાર યુવક રોડ પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જાય છે ત્યારબાદ યુવક સ્નેચરને પકડવાનો પ્રયાસ કરે છે જોકે, સ્નેચર ભાગવામાં સફલ રહે છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે