રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે હિન્દુઓ, જૈન, સિખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને દિવાળીની શુભેચ્છા આપી છે તેમણે કહ્યું છે કે, આ તહેવાર જણાવે છે કે, અમેરિકામાં ધાર્મિક આઝાદી છે આ જ આ દેશના સિદ્ધાંત છે આ પહેલાં ટ્રમ્પે ઓવલ ઓફિસમાં બારતીય-અમેરિકન ગ્રૂપ સાથે દિવાળીની ઉજવણી કરી હતી જોકે અહીં મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નહતો
ટ્રમ્પે કહ્યું- મારું પ્રશાસન નક્કી કરશે કે અમારા બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોના ધાર્મિક અધિકારીનો રક્ષા થાય દિવાળીમાં હું અને મારી પત્ની મેલાનિયા તમને દરેકને પ્રકાશના આ પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ