¡Sorpréndeme!

હરિયાણામાં બહુમતીના આંકડાથી દૂર ભાજપ,મનોહર લાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા

2019-10-25 32 Dailymotion

હરિયાણામાં બહુમતીના આંકડાથી દૂર ભાજપ સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે ચૂંટણી પરિણામમાં બીજેપીને 40 સીટો મળી છે જ્યારે બહુમતી માટે 46 સીટો જરૂરી છે ભાજપને ગોપાલ કાંડા સહિત 7 અપક્ષ ઉમેદવારોથી સમર્થન મળવાની આશા છે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શુક્રવારે સવારે જ ચંદીગઢથી દિલ્હી પહોંચી ગયા છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખટ્ટર ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે તેમની સાથે બેઠક કરશે તેમાં રાજ્યના પ્રભારી અનિલ જૈન પણ સામેલ થશે આ દરમિયાન રાજ્યના પ્રભારી અનિલ જૈન પણ હાજર રહેશે આ દરમિયાન સીનિયર નેતાઓ હરિયાણામાં સરકાર બનાવવાની રણનીતિ વિશે ચર્ચા કરશે માનવામાં આવે છે કે, મનોહરલાલ ખટ્ટર સાંજ સુધીમાં એકલા શપથ લે તેવી શક્યતા છે, બાકીના મંત્રીઓની શપથ ગ્રહણ વિધિ પછી કરવામાં આવશે હરિયાણાની 90 સીટમાંથી કોંગ્રેસને 31, જેજેપીને 10 અને અન્યને 9 સીટ મળી છે