ઉત્સવની મોસમ આવે એટલે ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં આવે છે, જેના કારણે માવાની માંગમાં પણ વધારો થાય છે. માંગ વધવાને કારણે બજારમાં ભેળસેળયુક્ત માવો આવે છે. જો તમે માવો ખરીદ કરતી વખતે તકેદારી નહીં રાખો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. તમે પણ માર્કેટમાંથી માવો ખરીદવા માટે જઈ રહ્યા છો તો તમને જણાવીએ કે અસલી અને નકલી માવાની ઓળખ કેવી રીતે કરશો.