¡Sorpréndeme!

હિંમતનગરમાં હોસ્પિટલમાં ઘૂસી વીડિયો ઉતારી 1 કરોડની ખંડણી માગતો તોડબાજ ઝડપાયો

2019-10-23 570 Dailymotion

હિંમતનગર: શહેરના ગાયનેક તબીબની હોસ્પિટલમાં ઘૂસી જઇ ઓપરેશન થિયેટરમાં જઇ વીડિયો ઉતારી પત્રકાર તરીકેની ઓળખ આપી ગેરકાયદે એબોર્શન કરી રહ્યાનો દમભરી ખંડણીની રૂા1 કરોડથી શરૂઆત કરી રૂ10 હજાર સુધી આવી જતા તબીબે પોલીસ બોલાવી પોલીસે એકને ઝડપી લીધો હતો જ્યારે બીજો શખ્સ ફરાર થઇ ગયો હતો હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડ રોડ પર શાંકુતલ ચેમ્બર્સમાં આવેલ ન્યૂ લાઇફ ગાયનેક હોસ્પિટલમાં મંગળવારના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે બે શખ્સો આવી અને તબીબ અંગે પૂછપરછ કરી ઓપરેશન થિયેટરમાં ઘૂસી ગયા હતા અને ઓપરેશન ટેબલ પર લીધેલ મહિલા સાથેનો વીડિયો લેવાનુ શરૂ કરતા તબીબે વગર મંજૂરીએ ઓટીમાં કેમ આવ્યા તેમ કહી ટપારતા બંનેએ પોતે પત્રકાર હોવાની ઓળખ આપી તબીબ દિવ્યેશકુમાર મનહરભાઇ પટેલને દમ ભીડાવવો શરૂ કર્યો હતો