¡Sorpréndeme!

થાઇલેન્ડના રાજાએ તેની સંગિનીને વિશ્વાસઘાત કરવાના મુદ્દે બર્ખાસ્ત કરી

2019-10-22 6,048 Dailymotion

થાઇલેન્ડના રાજા મહા વજીરાલોન્ગકોર્ને તેમની 34 વર્ષીય શાહી સહયોગીને 'બેવફાઇ' અને રાનીના પદની સમકક્ષ પહોંચવાની મહત્વકાંક્ષા રાખવાના કારણે તેની શાહી ઉપાધિ છિનવી લીધી છે ત્રણ મહિના પહેલા તેમના શાહી ઉપાધિથી સન્માનિત કરવામાં આવી હતી થાઇલેન્ડની રોયલ કોન્સોર્ટ સિનીનાત વાન્ગવજીરાપકડી 'કોઇ' ઉપનામથી મશહૂર છે તેમને રાજાએ તેમના 67માં જન્મદિસના અવસર પર શાહી ટાઇટલ આપ્યું હતું થાઇ રાજાશાહીમાં લગભગ એક સદીથી કોઇને આ ઉપાધિ આપવામાં આવી નથી

શાહી ઉપાધિ આપ્યાના અમુક દિવસો બાદ જ રાજમહેલ તરફથી સિનીનાતની તસવીરો જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ શાહી મહેલની વેબસાઇટ ક્રેશ થઇ ગઇ હતી અમુક તસવીરોમાં સિનીનાત ખતરનાક હથિયારો અને જેટ ઉડાવતા જોવા મળે છે અમુક તસવીરોમાં તે રાજાનો હાથ પકડીને પણ દેખાઇ રહી છે
આર્મીમાં નર્સ રહી ચૂકેલી સિનીનાતને રાજાએ "Chao Khun Phra" નો શાહી દરજ્જો આપ્યો હતો