¡Sorpréndeme!

વડોદરામાં બે દિવસ અગાઉ અલકાપુરીમાં રોડ પર તીવ્ર ધડાકાની ઘટના સીસીટીવીમાં કેદ

2019-10-21 1,857 Dailymotion

વડોદરા:બે દિવસ અગાઉ અલકાપુરી વિસ્તારના આરસીદત્ત રોડ પર સર્કિટ હાઉસની સામેની તરફ આવેલી આઈવરી ટેરેસ બિલ્ડિંગની પાસેના માર્ગ પર જોરદાર ધડાકો થયો હતો આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયા છે
અલકાપુરીના આર સી દત્ત રોડ પર સર્કિટ હાઉસની સામે આવેલાં આઇવરી ટેરેસની બહારના માર્ગ પર શનિવારે મોડી સાંજે જોરદાર ધડાકો થયો હતો બનાવને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી તેમજ ફાયર બ્રિગેડ તેમજ કોર્પોરેશનના ગેસ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં જમીનની નીચે કાર્બન મોનોક્સાઈડ ગેસનો ભરાવો થયો હોવાને પગલે બ્લાસ્ટની ઘટના બની હોવાનું જાણવા મળે છે
આ બ્લાસ્ટની ઘટના અંગેનો સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત થયો છે જેમાં બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ આવે છે નસીબ જોગે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિની અવર જવર નહોતી