મુંબઈઃપીઓકેમાં આતંકવાદી શિબિરોને નિશાન બનાવવા માટે ભારતીય સેના દ્વારા તોપનો ઉપયોગ કરવા પર રાજયપાલે મલિકે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે આતંકવાદી કેમ્પોને અમે બિલકુલ બરબાદ કરી દઈશું સાથે જે તેમણે કહ્યું કે જો આતંકવાદી જોવા ન મળ્યા તો અમે પીઓકેની અંદર જઈશુંઉલ્લેખનીય છે કે રવિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેકટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેનાએ તેની જ ભાષામાં જવાબ આપ્યો ભારતીય સેનાએ લગભગ 2 કલાકમાં જ તંગધારમાં શહીદ થયેલા પોતાના બે જવાનોનો બદલો લીધો