¡Sorpréndeme!

વાંસદાના નિરપણ ગામે માવલી માતાની પૂજા દરમ્યાન સળગતા અંગારાના ખેલનો વીડિયો વાઈરલ

2019-10-21 6,152 Dailymotion

સુરતઃનવસારીના વાંસદા તાલુકાના નિરપણ ગામે માવલી માતાની પરંપરાગત રીતે પૂજા અર્ચન કરવામાં આવે છે પૂજા અર્ચના દરમિયાન સળગતા અંગારાનો ખેલ કરતાં યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નિરપણ ગામે માવલી માતાના તહેવારીની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં સળગતા અંગારાનો ખેલ કરાયો હતો ગામના ભુવાઓ માવલી માતાના પૂજા બાદ સળગતા અંગારા ખાવા અને સળગતા લાકડા વડે શરીર પર મારવાની પ્રથા છે નિરપણ ગામે અનાજ ધાન્યની કાપણી પહેલા માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે સળગતા અંગારા પર ચાલીને માવલી માતાની આરાધના કરતા ધુણવાની પરંપરા રહેલી છેવાંસદા તાલુકાના આજુબાજુના ગામના લોકોએ સળગતા કોલસાના કરતબો કરી માવલી માતાની પૂજા કરી હતી જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે