¡Sorpréndeme!

સાવરકરના પૌત્રએ કહ્યું- ઓવૈસીને મારા દાદા કરતા વધારે ધર્મનિરપેક્ષ વ્યક્તિ નહીં મળે

2019-10-18 1,424 Dailymotion

દિગ્વિજય સિંહ સહિત ઘણા કોંગ્રેસી નેતા સાવરકરને મહાત્મા ગાંધીની હત્યાના મુખ્ય કાવતરું ઘડનાર વ્યક્તિ ગણાવી ચુક્યા છે MIMIM પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ પણ તેમને ટૂ નેશન થિયરી(ભાગલા) અને તાનાશાહ હિટલરના સમર્થક જાહેર કરી દીધા હતા આ અંગે વીર સાવરકરના પૌત્ર રંજીતે શુક્રવારે તેમણે જવાબ આપતા કહ્યું કે, ઓવૈસીને તેમના દાદા કરતા વધારે ધર્મનિરપેક્ષ વ્યક્તિ નહીં મળી શકે

રંજીતે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ‘ઓવૈસી(અસુદ્દીન)તેમના ઘરમાં જ ધર્મને રાખવાના સાવરકરના વિચારોને અનુસરે જ્યાં તમે હિન્દુ કે મુસ્લિમ નહીં પણ ભારતીય છો સાવરકરને પણ તમામ અપેક્ષા હતી કે તે સંસદમાં પહોંચશે તો જાતિ, ધર્મ અને લિંગ વગેરેને બાજુમાં મુકી દે, તમને સાવરકરથી વધારે ધર્મનિરપેક્ષ વ્યક્તિ નહીં મળી શકે’