સ્વતંત્રતા સેનાની વિનાયક સાવરકરને ભારત રત્ન આપવા અંગે ભાજપના વાયદા પર કોંગ્રેસ સતત હુમલા કરી રહી છે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે બુધવારે કહ્યું કે, સાવરકરના જીવનના બે પાસા હતા પહેલું આઝાદીના આંદોલનમાં જોડાવું અને બીજું, જ્યારે તે માફી માંગની (કાળાપાણીથી) પાછા આવ્યા તો તેમનું નામ મહાત્મા ગાંધીની હત્યાના ષડયંત્ર કરનારાઓમાં નોંધાયું હતું સાથે જ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટોણો મારતા કહ્યું હતું કે, મોદી સરકાર ભારત રત્ન સાવરકરને નહીં પણ ગોડસેને આપો