ઓસ્લો:2019નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ભારતવંશી અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને આપવામાં આવ્યો છે ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી ઓછી કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે
અભિજીત બેનર્જી અમેરિકામાં એમઆઈટીના નામથી પ્રખ્યાત મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે બેનર્જીએ અબ્જુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબની સ્થાપના કરી છે