¡Sorpréndeme!

બેચરાજી રેલવે સ્ટેશન આસપાસ બાવળોની ઝાડીઓથી ઘેરાયું, બે વર્ષથી ટ્રેનો બંધ

2019-10-13 2 Dailymotion

મહેસાણા: તીર્થધામ બેચરાજીને જોડતી અમદાવાદ-રણુંજ વાયા કડી મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાના નામે આજથી બે વર્ષ પહેલાં ટ્રેનો બંધ કરી દીધી હતી પરંતુ આજદિન સુધી બ્રોડગેજ લાઇનનું કોઇ કામ હાથ નહીં ધરાતાં લોકોમાં રોષ છે ભરાયેલા લોકો પૂછી રહ્યા છે કે કામ શરૂ કરવાનું જ નહોતું તો પછી ટ્રેનો શું કામ બંધ કરી તો આ વિસ્તારના નેતાઓ પણ માટીપગા નીકળ્યા, જેમની પીપુડી કોઇ સાંભળતું ન હોઇ વિસ્તારના વિકાસ રુંધાઇ રહ્યો છે