¡Sorpréndeme!

રાપર મંદિરમાં સાંખ્યયોગીની બહેનોના ઝઘડાનો વીડિયો વાઈરલ, હરિભક્તોમાં આઘાત

2019-10-13 7,891 Dailymotion

રાપર:સમગ્ર કચ્છ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયામાં રાપર તાલુકાના વીડિયો વાઈરલ થયા છે રાપર સ્વામિનારાયણ મંદિરનું નામ લખેલી ચાર વીડિયોમાં સાંખ્યયોગીની બહેનો ઝઘડો કરતી દેખાઇ રહી છે આ મામલામાં જે વીડિયો વાઈરલ થયાં છે તેમાં પ્રથમ દ્રષ્ટિએ વાતો સાંભળતા એક સાંખ્યયોગી બેન વીડિયો ઉતારી રહી છે તો બીજા સાંખ્યયોગી બહેન મોટા આવાજે રાડો પાડીને કહી રહ્યા છે કે આનો પગ ભાંગી નાખ્યો તો બાજુમાં બીજા સાંખ્યયોગી બહેન પણ વીડિયો ઉતારી રહ્યા છે આવા ઝગડાની ચાર જેટલી ક્લિપો વાઈરલ થતા હરિભક્તોમાં આઘાતની લાગણી સાથે દોડધામ પણ મચી પડી હતી સુત્રોએ જણાવ્યું હતુ કે, ઝઘડામાં ઇજાગ્રસ્ત સાંખ્યયોગી બહેનને ભુજ ખાતે સારવાર માટે પણ ખસેડાઇ હતી