¡Sorpréndeme!

સુરતમાં બે વિદ્યાર્થિનીઓની બહાદૂરીના CCTV ફૂટેજ, મોબાઈલ સ્નેચરનો સામનો કર્યો

2019-10-12 9,267 Dailymotion

સુરતઃ લિંબાયતમાં બે વિદ્યાર્થિનીઓએ મોબાઈલ સ્નેચરનો સામનો કર્યો હોવાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે મોબાઈલ સ્નેચિંગ કરવા આવેલા સ્નેચર પોતાનો જ મોબાઈલ મૂકીને ભાગી ગયા હતા જોકે, વિદ્યાર્થિનીઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી નથી મોબાઈલ સ્નેચરો સામે હિંમતભેર સામનો કરનાર વિદ્યાર્થિનીઓનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે સીસીટીવી વીડિયો પ્રમાણે, બે વિદ્યાર્થિનીઓ ચાલતા જતી હોય છે દરમિયાન બાઈક સવાર બે સ્નેચર પીછો કરી રહ્યા હતા એક વિદ્યાર્થિનીની માતાનો કોલ આવતા તેની સાથે વાત કરવા લાગે છે દરમિયાન સ્નેચર ધસી આવે છે અને મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરે છે જોકે, મોબાઈલ ઝૂંટવતાની સાથે જ વિદ્યાર્થિની એક સ્નેચરનો શર્ટ પકડે છે જેથી તે રોડ પર પટકાય છે દરમિયાન બીજી વિદ્યાર્થિની તેની બાઈકને પકડી પાડે છે જેથી બીજો સ્નેચર પણ રોડ પર પટકાય છે ત્યારબાદ બંને સ્નેચર પોતાનો મોબાઈલ મૂકીને ભાગી જાય છે આ મામલે લિંબાયત પોલીસ વીએમ મકવાણાએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે કોઈ જાણકારી નથી