¡Sorpréndeme!

ખાંભા સહિત ગીર-સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં

2019-10-11 567 Dailymotion

અમરેલી, જૂનાગઢઃખાંભા અને ગીર સોમનાથની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ખાંભાના કતારપરા સહિત આસપાસના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સામાન્ય જનજીવન ખોરવાય ગયું છે ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે વરસાદના વિરામ બાદ ખેડૂતોએ મગફળીનો પાક લીધો હતો જેમાં વરસાદે વિઘ્ન નાંખ્યું છે વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે