¡Sorpréndeme!

12 દિવસથી ગુમ વૃષ્ટિ અને શિવમને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચંદીગઢથી પાછા લાવી

2019-10-11 16,255 Dailymotion

અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલા ગાયબ થયેલી વૃષ્ટિ જસુભાઈ અને શિવમ પટેલને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં લઈ આવી છે એક અઠવાડિયા સુધી સતત શોધખોળ બાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેને ઉત્તર ભારતના એક સ્થળેથી શોધી કાઢ્યા હતા ચંદીગઢથી બંનેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી જતી જ્યાં બંનેના વાલીઓએ બંનેને આવકાર્યા હતા ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સોહા અલી ખાનની ટ્વિટ બાદ વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો મચ્યો હતો તેના લોકેશન પણ અલગ-અલગ જગ્યાએથી મળવાની વિગતોને લીધે આ કેસમાં ઘણો ગૂંચવાડો ઊભો થયો હતો