¡Sorpréndeme!

સ્વયંસેવકોને લિન્ચિંગ સાથે કોઈ સબંધ નથીઃ ભાગવત

2019-10-08 106 Dailymotion

વિજયાદશમીના પ્રસંગ પર મંગળવારે નાગપુર સ્થિત સંઘના મુખ્યાલયમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજા કરી હતી સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું હતું આ દરમિયાન ભાગવતે કહ્યું કે અનુચ્છેદ 370 હટાવીને સરકારે સાબિત કર્યું કે કઠોર નિર્ણય લેવા માટે તે પ્રતિબદ્ધ છે લિન્ચિંગને લઈને તેમણે કહ્યું કે આ શબ્દ પશ્ચિમી દેશોમાંથી આપણે ત્યાં આવ્યો અને આપણી પર થોપવામાં આવી રહ્યો છે તેને લઈને ભારતને વિશ્વમાં બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે સંઘનું નામ લિન્ચિંગની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યું છે, જ્યારે સંઘના સ્વયંસેવકોને આવી ઘટનાઓ સાથે કોઈ સબંધ હોતો નથી

ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કરીને કહ્યું કે ભારત ચૂંટણીમાં વિશ્વમાં બધા માટે રુચિનો વિષય છે કે કઈ રીતે આટલી મોટી ચૂંટણી કરાવી શકાય છે 2014માં જે પરિવર્તન આવ્યું હતું, તે શું ગત સરકાર માટે નેગેટિવ ફોલઆઉટ હતું કે પછી લોકો પોતે જ ફેરફાર ઈચ્છતા હતા